દેવડા પરિવાર

About Us

પરમ ક્રુપાળી પરમેશ્વરી , રાજ રાજેશ્વરી, અખિલ વિશ્વનું સંચાલન કરનારી મહામાયા, વંશવેલો વધારનારી, દેવડા કુળની કુળદેવી,શ્રી મહાકાળી માતાજી ના ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ

 

  જનની જણતો ભક્ત જણ કાં દાત્તા કાં સુર

 

  નહિંતો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નુર

 

ઉપરોક્ત દુહાને સાર્થક કરતી. કચ્છ વાગડની દેવ-ભુમી પર અનેક સંતો- મહંતો- ભક્તો એ અવતાર ઘારણ કર્યા એવી પવિત્ર દેવભુમિ પર વાગડના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે પિતાશ્રી ધનાબાપા અને માત્રુશ્રી કંકુમાની પવિત્ર કુંખે ભક્ત રાજ શ્રી શામજી ભગતનો જન્મ થયો. બાલ્ય વસ્થા દરમ્યાન જ તેજસ્વિતા અને શક્તિ શામજી ભગત ના ચહેરા પર કળાતી હતી, ભક્તિના સંસ્કાર તો શામજી ભગતને ગળગુથી માં મળેલ હતા. નાનપણથી જ ભગવતી રાજ રાજેશ્વરી, દેવડા પરિવાર ની કુળદેવી શ્રી મહાકાળી પ્રત્યેની એમની ભક્તિ અડગ હતી અને સર્વ કામો છોડીને પણ માતાજીની પ્રાર્થનામાં એક ધ્યાન થઈ જતા હતા. ૧૦ થી ૧૨ વર્ષની ઉંમર થી જ પોતે ગાયો ચરાવવા જતા. એકવખત ની વાત છે, વાંઢિયા ગામમાં દેવડા કેશા જુઠા ના ઘરે મહાકાળી માતાજીના ભોપા સ્થાપવા માટે પાઠ માંડેલ હતો. જ્યારે પાઠ મંડાણો ત્યારે મહાકાળી માતાજી નારણસરી ગામે હતાં. શામજી ભગત એ સમયે સીમમાં ઢોર ચારતા હતા, એ વે સમયે મહાકાળી માતાજી નો શામજી ભગતને આદેશ થયો અને મહાકાળીની હાકલ આવી એજ સમયે એમના શરીરમાં એક અજીબ ચમત્કાર થયો અને ત્યાંથી શામજી ભગતે એમની સાથેના સાથીદાર, અમરાભાઈ આહિરને ઢોર ની દેખરખની જવાબદારી સોંપી ને ત્યાંથી સીધા વાંઢિયા ગામમાં જ્યાં દેવિમાનો પાઠ મંડાયેલ હતો ત્યાં ગયા અને ભોપા તરીકે માતાજી મહાકાળીએ શામજી ભગતને પસંદ કર્યા ખરેખર દેવડા પરિવાર ધન્ય છે. અને ઈ કુળ ધન્ય છે. જે કુળમાં શામજી ભગતનો જન્મ થયો. કે જે ને જગત જનની મહાકાળીએ ૧૨ વર્ષની ઉંમરે ભોપા તરીકે સ્વીકાર કર્યા. એવા પરમ પવિત્ર ભક્તરાજ શ્રી શામજીબાપા ની મહાકાળી પ્રત્યે ની અડગ શ્રધ્ધા, ભક્તિ અને ટેક દેવડા પરિવારની દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ.                                                      ॥ જય માતાજી ॥