History

શ્રી દેવડા પરિવાર વસતીપત્રક – ૨૦૦૧

 

પ્રસ્તાવના

 

કચ્છ – વાગડ , સૌરાષ્ટ્ર અને મુંબઈમાં વસતા દેવડા પરિવારનું આ પ્રથમ “વસતીપત્રક” અર્પણ કરતાં અમો અત્યંત આનંદ અનુભવીઅ છીએ, અમને આશા છેકે આ “ વસતીપત્રક” ના માધ્યમથી આપણે સૌ પરસ્પરનાં સંબંધોને મજબુત બનાવી સામાજીક બનાવી સામાજીક પ્રવ્રુતીઓ માટે એક મજબુઇત સંગઠન બનાવી શકીશું, તેમજ કચ્છ – વાગડ , સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ મુંબઈના અલગ અલગ વિભાગોમાં વસતા કુટુંબોને એકબીજાના પરીચયમાં લાવીને આપણી અસ્મિતા અને સંસ્કારોને જીવંત રાખવામાં મેળવી શકશું.

        ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ- વાગડના આપણ માદરે વતન તથા મુંબઈને પોતાની કર્મભૂમી બનાવી છેલ્લા પચ્ચીસ-ત્રીસ વર્ષથી આપણા દેવડા પરિવારના ભાઈઓ વસેલ છે. અને વર્ષો વર્ષ આ વસતીમાં વધારો થતાં આજે આપણા પરિવારની જનસંખ્યા આશરે ૨૨૦૦ થી પણ વધારે છે. મુંબઈમાં જ લગભગ ૧૫૦ કુટુંબ (જનસંખ્યા એક હજારની આસપાસ) સ્થાઈરૂપે અહીં વસવાટ કરે છે. આ વસ્તીને ધ્યાનમાં લઈને આપણા પરિવારના યુવાનો તથા વડિલોએ ૨૦૦૧ માં ગુજરાતની અસ્મિતા અને સંસ્કારોને જાળવી રાખવા “શ્રી દેવડા પરિવાર મહાકાળી મંડળ, મુંબઈ ” ની સ્થાપના કરવાનો નિર્ણય કરેલ. મહામંડળની સ્થાપના સાથે જ એક “વસતીપત્રક” પણ તૈયાર કરવાનું નક્કી કરેલ. આ નિર્ણયને યુવાનોએ પડકારરૂપે ઝીલી લઈ આ ભગીરથ કાર્ય પૂર્ણ કરવા એકજુટ થઈ પ્રયત્નશીલ થઈ ગયા.આ કાર્ય ખુબજ સમય, શક્તિ અને ધીરજ માગી લે છે, તેમ છતાં મુંબઈના યુવાનોએ અનેક મુશ્કેલીઓ વેઠી આ ભગીરથ કાર્ય સાર્થક કરેલ છે. આ વસ્તીપત્રકનાં દરેક ફોર્મ ક્રમાનુસાર ગોઠવવામાં, માહિતીઓ એકઠી કરવામાં અને પ્રુફ રીડીંગ કરી છાપકામ સુધી આપણા મુંબઈ મંડળના પ્રમુખ શ્રી હીરા રાજા દેવડા (ગામ: વાંઢીયાવાળા ), મુંબઈ મંડળના ખજાનચી શ્રી ગોકળ પેથા દેવડા (ગામ: વાંઢીયાવાળા), વાંઢીયા મહાકાળી મંડળના સલાહકાર શ્રી જીવણ સામજી દેવડા (ગામ: વાંઢીયાવાળા), તથા શ્રી પરસોતમ કેશુભાઈ દેવડા (ગામ: મીતાણા , હાલે  મોરબીવાળા) એ અથાક પરિશ્રમ કરી આ કાર્ય પૂર્ણ કરવામાં ખુબજ જહેમત ઉઠાવી છે. મૂળ પાયાની જરૂરીયાતના સવાલના જવાબ રૂપે મંડળની કારોબારી સમિતિના દરેક સભ્યો અને પરિવારના ભાઈઓએ પણ અથાક પ્રયત્નો કરી સાથ અને સહકાર આપેલ છે. આપણા સહુના સહિયારા પ્રયાસથી બધી માહિતી સાથેનું આ પ્રથમ વસ્તીપત્રક ગ્રંથ રૂપે આજે પ્રકાશિત કરી શક્યા છીએ.

 

આ વસતીપત્રકમાં દરેક કુટુંબોની સુવ્યવસ્થિત ગોઠવણી તેમજ તેમની વિવિધ માહિતી, નિયાણી બહેનોની યાદી સાથેની સંપુર્ણ વિગતો આ ગ્રંથમાં આવરી લેવામાં આવેલ છે. આ વસતીપત્રક ખુબજ નિષ્ઠા અને ખંતપૂર્વક શક્ય એટલી કાળજી લઈને બનાવેલ છે. કોઈ કુટુંબ રહી ન જાય,કોઈ ભૂલ રહી ન જાય તેની સંપૂર્ણ કાળજી રાખી છે છતાં કાર્યનો વ્યાપ અને ઉંડાણ જોતાં જો કોઈ ભુલ રહીગઈ હોય, અર્થનો અનર્થ થઈ ગયો હોય, કાર્યમાં ક્યાંય કચાશ રહી ગઈ હોય તો માનવ સહજ મર્યાદા ગણી ક્ષમ્ય ગણશો.

 

 

આભાર !                                               શ્રી દેવડા પરિવાર મહાકાળી મંડળ, મુંબઈ